શું કસરત કરવી જરૂરી છે ?
જાણો આપડા મહાન અને જ્ઞાની છતાં સાદું અને સરળ જીવન જીવતા સ્વામિ સચિદાનંદ.
આજે 91 વર્ષ ના પૂ, સ્વામિ શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ તન્દુરસ્તી કઈ રીતે જાળવે છે?
તેમના વિષે વાચ્યું તે દિલ બાગબાગ થઈ ગયું. યોગ પ્રાણાયામ વગેરેને બેબુનિયાદી માંને છે. તેમનું કહેવું છે કે યોગીઓ એ બતાવેલી આ બધી ક્રિયાઓ સ્વસ્થ્ય ને બરબાદ કરી દે છે. તો પછી સ્વામીજી આવી સરસ રીતે તન્દુરસ્તી કેવી રીતે જાળવે છે?
ક્રાંતિકારી વિચારો ધરાવતા અને આધ્યાત્મ્મા ગહરી શ્રદ્ધા ધરાવતા સ્વામીજી એ 128 જેટલા પુસ્તકો લખ્યા છે. દેશ વિદેશમાં મળી ને તેમણે કુલ 4 હજાર જેટલા નાના મોટા પ્રવચનો આપ્યા છે પેટલાદમાં રહી દંતળીમાં પોતે સ્થાપેલાં આશ્રમ ભક્તિ નિકેતનમા રહી સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરનારા આ સંત માનવધર્મ માં માને છે.
અમદાવાદ નજીક કોબામાં ઊંજા માં અને પાટણમાં એમ કુલ ત્રણ આશ્રમો છે. યોગ ઉપવાસમાં જરાય ના માનતા આ સંત 91 વર્ષની ઉમ્મરે પણ તરોતાજા છે.
જાણીએ તેના શબ્દોમાં શું કહેવું છે,તેમના આરોગ્ય ના રહસ્ય વિષે....
સ્વમિ સચ્ચિદાનંદ પરમહંસ
" કુદરતી જીવન જીવો. હું 22વર્ષનો હતો, ત્યારે રામદેવ બાબા કરાવે છે એવી યૌગિક ક્રિયાઓ કરતો હતો.,પણ જ્યારે માને સમજાયું કે આમનું ઘણું કુદરત વિરોધી છે ત્યારે એ બધુ મે છોડી દીધું.
નેતિ,ધોતી,બસ્તી, કુંજલ, નૌલી જેવી યૌગિક ક્રિયાઓ અને વધુ પડતો પ્રાણાયામ કૂદરાત વિરોધી છે. આખી જિંદગી યોગ કરતાં કેટલાય યોગીઓ ને મે ભૂંડી રીતે મે મારતા જોયા છે . યોગીઓ એ બતાવેલી આ બધી ક્રિયાઓ આરોગ્યને બરબાદ કરી દે છે. ત્યાગી લોકો મારતા બહુ રિબાય છે.
મારી સાથે કનખલ માં રહેતા એક યોગી મારતા સમયે એટલું રિબયા કે શરીર માઠી દુર્ગંધ આવતી હતી.તેમણે સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવ્યા હતા તો અમેરિકન સરકારે પણ તેમણે તડીપાર કરી પ્રવેશવા ના દીધા.
આ બધા અન નેચરલ જીવન જીવે છે. ગુફા માં બેસી રહે તેથી ઑક્સીજન ના મળે અને પલાઠી વળી રાખે જેથી શરીરનું હલન ચલણ ના થાય આમ એક સમયે શરીર નબળું પડી જાય. મહેનત મજૂરી કરનારા જ સાચું જીવન જીવે છે અને તેને જ સહજ મૃત્યુ મળે છે .
યોગીઓ ધ્યાન કરે તે કુદરતી નથી તમે જે જીવન જીવો જે કામ કરો તેમાં જે તમારું મન ચિત લાગી જાઈ તે જ ધ્યાન.
આજે હું બધુ જ ખાવ છું અને ભરપૂર પૂરતી ઊંઘ લવ છું. રાત્રે વહલા સૂઈ જય વહલી સવારે જાગી જાવ છું. દિવસ ના સમયે 2 વાર ભોજન લઉં છું. ભોજન પણ વેરાઇટી વાળું. કેમકે જે જીભને ભાવશે તોજ તમારા મુખ માં લાળ વધારે જરશે. જેથી પાચક રસ તેમણે પાચન કરી દેશે. અમસ્થા કઈ પશ્ચિમ ના લોકો ભારત માં નતા આવ્યા.તે આપડા દેશ ના મારી-મસાલા જોય ગયા હતા. "
દિલ જે માગે તેને સંતોષ જો પછી જોજો જિંદગી ના પાટા કેવા બદલાય જાય છે.
-વિરલ રાજ્યગુરુ
Post a Comment
આપેલ બોક્ષ માં કોમેન્ટ લખો